શેરબજાર સળંગ પાંચમા દિવસે ઘટ્યા છે. સ્થાનિક સ્તરે બજેટમાં અપેક્ષાથી વિપરિત્ત જાહેરાતો બાદ વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 671 પોઈન્ટ જ્યારે નિફ્ટીએ પણ 24300ની ટેકાની સપાટી ગુમાવી હતી.
આજે સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 671.05 પોઈન્ટ તૂટી 79477.83 થયો હતો. 10.47 વાગ્યે 391.51 પોઈન્ટ ઘટાડે 79757.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 10.47 વાગ્યે 100.25 પોઈન્ટ તૂટી 24313.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ ઘટી હતી.
અમેરિકી બજારોમાં બુધવારે મોટાપાયે વેચવાલીનું પ્રેશર જોવા મળતાં નાસડેક 2024માં પ્રથમ વખત 3.64 ટકાથી વધુ તૂટ્યો હતો. જેના સથવારે એશિયાના લગભગ તમામ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને આઈટી સેગમેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ખરાબ પરિણામો આવતાં તેમજ નેગેટિવ સમાચારના કારણે શેર્સમાં મોટો કડાકો નોંધાયો હતો. બીજી તરફ ભારતમાં પણ બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં પ્રસ્તાવિત વધારાની નેગેટિવ અસર જોવા મળી છે.
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology