bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

ઈન્કમટેક્સ કેસમાં સરકારે કોંગ્રેસને સારા સમાચાર આપ્યા...

આવકવેરાને લઈને મુશ્કેલીમાં ફસાયેલી કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. આ મામલે કેન્દ્રએ આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આવકવેરા વિભાગ લોકસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પાસેથી કોઈ વસૂલાત નહીં કરે. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચ આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આના બે દિવસ પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે 1,823 કરોડ રૂપિયાના દંડ સિવાય તેને વધુ બે નોટિસ મળી છે.

કોંગ્રેસની અરજી પર સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 'હું આ મામલે નિવેદન આપવા માંગુ છું. કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને ચૂંટણીઓ ચાલી રહી હોવાથી અમે પક્ષ સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવાના નથી.'' તેમણે એમ પણ કહ્યું કે વિભાગ કેસની યોગ્યતા પર ટિપ્પણી કરી રહ્યો નથી અને તમામ અધિકારો અને વિવાદો ખુલ્લા રહેવા જોઈએ. .