bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકાયો...  

ત્રીજા તબક્કામાં પણ પશ્ચિમ બંગાળમાં હિંસાના અહેવાલો છે. મુર્શિદાબાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના ઘર પર બૉમ્બ હુમલો થયો છે. કોંગ્રેસે ટીએમસી કાર્યકરો પર બૉમ્બ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ટીએમસીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. બીજીબાજુ માલદા દક્ષિણના અંગ્રેજી બજાર બૂથ પર ભાજપના ઉમેદવાર રૂપા મિત્ર ચૌધરી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુર્શિદાબાદના બુધિયામાં CPM એજન્ટની બાઇકની તોડફોડ કરવામાં આવી હતી.