તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને આંધ્ર પ્રદેશમાં NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. 12 જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં પવન કલ્યાણને જનસેના વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે શપથ ગ્રહણ સમારંભનું આયોજન કૃષ્ણા ડિસ્ટ્રિક્ટમાં કેસરાપલ્લી આઇટી પાર્કમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીથી સવારે 10.40 વાગ્યે ગન્નાવરમ એરપોર્ટ પહોંચશે. તે બાદ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે આંધ્ર પ્રદેશ વિધાનસભામાં કૂલ 175 બેઠક છે. ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને પ્રચંડ બહુમત મળ્યો છે. TDPએ 135 બેઠક જીતી છે. આઠ બેઠક પર ભાજપ અને 21 પર જનસેનાને જીત મળી છે. સત્તા પર રહેલી YSRCPને માત્ર 11 બેઠક પર જ જીત મળી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology