18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થયું, જે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. જે 88 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ 20 બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપા (BSP)ના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.
આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. આજની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 15.88 કરોડ મતદારો માટે 1.67 મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે અને તેમાં 16 લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 15.88 કરોડ મતદારો છે જેમાં 8.08 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
રાજ્ય -9 વાગ્યા સુધીમાં મતદાન
ત્રિપુરા-16.65%
પશ્ચિમ બંગાળ-15.68%
છત્તીસગઢ-15.42%
મણિપુર-14.80%
મધ્ય પ્રદેશ-13.82%
કેરળ-11.90%
રાજસ્થાન-11.77%
ઉત્તર પ્રદેશ-11.67%
કર્ણાટક-9.21%
જમ્મુ અને કાશ્મીર-10.39%
આસામ-9.15%
બિહાર-9.65%
મહારાષ્ટ્ર-7.45%
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology