bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઈઝરાયેલ-ઈરાન સંકટથી શેરબજારમાં ડરનો માહોલ: સેન્સેક્સ 73000 અંકથી નીચે સરક્યો, તો નિફ્ટી 22150ની નીચે પહોંચ્યો....

અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્ચે રૂપિયો પણ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. શરૂઆતી ઘટાડા બાદ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી હતી. 

શેરબજાર બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 507.69 પોઈન્ટ ઘટીને 72,892.09 પોઈન્ટ પર ખુલ્યો હતો. NSE નિફ્ટી પણ 153.35 પોઈન્ટ ઘટીને 22,119.15 પોઈન્ટ પર પહોંચી ગયો છે. 

સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને મંગળવારે ફરી એવો જ હાલ જોવા મળી રહ્યો હતો. શેરબજારની કામગીરી શરૂ થયાના થોડા સમય બાદ નિફ્ટી ઓટો અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં નજીવો વધારો નોંધાઈ રહ્યો હતો.