મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર થતા થતા રહી ગઈ છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયે આ મામલે તપાસ શરૂ કરી છે અને એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીને પણ સસ્પેન્ડ કરી દીધા ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ એક જ રનવે પર લેન્ડિંગ અને ટેકઓફ કરતી જોવા મળી રહી છે. બંને વચ્ચે માત્ર થોડીક સેકન્ડનું જ અંતર હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટે થોડી સેકન્ડ પણ ટેક ઓફ કરવામાં મોડું કર્યું હોત તો બંને ફ્લાઈટ એકબીજા સાથે અથડાઈ હોત. આ સમગ્ર મામલે એર ઈન્ડિયા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા મિલિંદ દેવરાએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે " મુંબઈથી ત્રિવેન્દ્રમ જવા માટે AI657 એરક્રાફ્ટ તૈયાર હતું. એર ટ્રાફિક કંટ્રોલે એર ઈન્ડિયાના વિમાનને રનવે પર પ્રવેશવાની મંજૂરી આપી હતી અને બાદમાં તેને "એર ઈન્ડિયાના વિમાનને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology