bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વોટિંગના બીજા દિવસે હાર્ટ એટેકથી ભાજપ સાંસદનું અવસાન...  

યુપીની મોરાદાબાદના ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહ અવસાન થતાં ગમગીની વ્યાપી ગઈ છે. મોરાદાબાદ બેઠક પર 19 એપ્રિલે (શુક્રવાર) મતદાન થયું હતું. વોટિંગના બીજા દિવસે તેમનું અવસાન થયું હતું.

બિઝનેસમેન કુંવર સર્વેશ સિંહની ગણતરી યુપીના બાહુબલી નેતા તરીકે થતી હતી. તેઓ ગઈ કાલે વોટિંગ કરવા પહોંચ્યાં હતા. દાંતમાં તકલીફ થતાં તેમણે સારવાર કરાવી હતી પરંતુ ત્યાર બાદ તબિયત બગડતાં દિલ્હી લઈ જવાયાં હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. 

સર્વેશ સિંહના પરિવારમાં પુત્ર સુશાંત સિંહ બિજનૌરની બાધાપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ લાલજી વર્માએ સર્વેશ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપા નેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું - "મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સાંસદ સર્વેશ કુમાર સિંહ જીનું આજે નિધન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.