રાજસ્થાનની રાજધાની જયપુરની ઓછામાં ઓછી ચાર શાળાઓને( સોમવારે) એટલે આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસની ટુકડીઓ આ શાળાઓમાં પહોંચીને તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે અને બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ સાથે પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ છે. જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, “ચાર-પાંચ શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પોલીસ આ શાળાઓમાં પહોંચી ગઈ છેપોલીસે કહ્યું કે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે અને ટીમ આ ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકીભર્યો ઈ-મેલ સૌથી પહેલા મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલને મળ્યો હતો. પ્રિન્સિપાલ દ્વારા જાણ કરવામાં આવતાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ મેઈલ મોકલનાર વ્યક્તિની માહિતી એકઠી કરી રહી છે. પોલીસે જણાવ્યું કે તમામ શાળાઓમાં પોલીસની ટીમો મોકલવામાં આવી છે. દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે
માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલને(સોમવારે) આજે સવારે 6 વાગ્યે સૌપ્રથમ મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ પછી બગરુ, એમપીએસ, માણક ચોક, વિદ્યાધર નગર, વૈશાલી નગર, નિવારુ રોડ સ્થિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology