bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હરિયાણા- યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, 5 દિવસ હીટવેવથી રાહત....

ભારત હવામાન વિભાગએ જણાવ્યું કે મધ્ય ભારતમાં 10 થી 12 એપ્રિલ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 13 થી 15 એપ્રિલની વચ્ચે હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન કરા પણ પડી શકે છે.હવામાન વિભાગે જણાવ્યું કે રવિવારે (14 એપ્રિલ, 2024) હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ/હિમવર્ષા (64.5-115.5 મીમી) થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેધર સેન્ટર જયપુરે જણાવ્યું કે 10-11 એપ્રિલના રોજ અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. 12-13 એપ્રિલથી નવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે, રાજ્યમાં વાવાઝોડાની ગતિવિધિઓમાં વધારો થશે.IMD એ જણાવ્યું કે આજે એટલે કે ગુરુવારે (11 એપ્રિલ, 2024) મધ્યપ્રદેશ, વિરદાભા અને છત્તીસગઢ સહિત આસપાસના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. શુક્રવારે (12 એપ્રિલ, 2024) પણ આવું જ હવામાન ચાલુ રહેશે.

IMDએ કહ્યું કે આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના લોકોને ગરમીથી રાહત નહીં મળે. આ રાજ્યોમાં આજે એટલે કે ગુરુવારે પણ ગરમી યથાવત રહેશે.