દેશ માટે મેડલ ચૂકી જનારી વિનેશ ફોગાટ બાદ હવે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અપાવતાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમ સામે હારી જવા છતાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજ ચોપડાના વડાપ્રધાન મોદીએ ભરપૂર વખાણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે નીરજ ચોપડાએ ઉત્કૃષ્ટતા વ્યક્ત કરી. સમય સાથે ફરી પોતાની મહાનતા દર્શાવી. ભારત ખુશ છે કે તે ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળ થઈને પાછો આવી રહ્યો છે. સિલ્વર મેડલ જીતવા બદલ નીરજને ખુશ ખુશ શુભેચ્છા. તે આવનારા અસંખ્ય એથલીટ્સને તેમના સપનાં સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે અને આપણા દેશનું ગૌરવ વધારશે.
આ સાથે નીરજ ચોપડા ઓલિમ્પિક્સમાં સતત બે મેડલ જીતનાર ભારતનો પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ બની ગયો છે. પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેણે બીજા પ્રયાસમાં 92.97 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો. જ્યારે નીરજે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટર દૂર જેવલિન થ્રો કરી સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. આ ઉપરાંત નીરજ ચોપડાના બાકી પાંચ પ્રયાસ ફાઉલ રહ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology