ભારતીય વાયુ સેનાએ (Indian Air Force - IAF) તાજેતરમાં દુશ્મનના 80% વિમાનનો ખાતમો કરી નાખતા ‘સુદર્શન ચક્ર’ (Sudarshan Chakra)નું સફળ પરીક્ષણ કર્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ‘સુદર્શન ચક્ર’ તરફ દુશ્મનના રાફેલ, સુખોઈ અને મિગ ફાઈટર જેટ મોકલાયા હતા, જોકે આ હથિયારે તુરંત કાર્યવાહી કરી હતી અને આમાંથી 80 ટકા ટાર્ગેટને તોડી પાડ્યા હતા.
સુદર્શન ચક્ર એટલે કે S-400 AD વિશ્વનું સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે. ભારત પાસે આવા ત્રણ સુદર્શન ચક્ર છે, જ્યારે બે રશિયાથી આવવાના છે. આજે જે પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમાં વાયુસેનાના રાફેલ, Su-30 અને મિગ વિમાનોને દુશ્મનના ફાઈટર જેટ બનાવાયા હતા, તેને સુદર્શન ચક્રએ તોડી પાડ્યા છે. આજના ટેસ્ટિંગ દરમિયાન સિમ્યુલેટેડ થિયેટર લેવલનો યુદ્ધાભ્યાસ કરાયો હતો.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં રશિયાએ વિશ્વાસ આપ્યો હતો કે, બાકીના બે સુદર્શન ચક્ર અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ 2025 અને 2026માં ભારત મોકલવામાં આવશે. યૂક્રેન સાથે યુદ્ધ ચાલતુ હોવાથી રશિયાએ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો છે.
ભારતે આ હથિયારનું પરીક્ષણ કરી દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનનું પણ ટેન્શન વધારી દીધું છે. કારણ કે, ભારત પાસે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ હોવાથી ચીન અથવા પાકિસ્તાન સરહદ પાસે નાપાક હરકત પણ નહીં કરી શકે. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના બાકીના યુનિટ્સ આવવાથી દેશની સુરક્ષા અભેદ્ય બની જશે. એસ-400 મિસાઈલ સિસ્ટમના ઓપરેટર્સની ટ્રેનિંગ પણ પુરી થઈ ગઈ છે.
એસ-400માં એક ઝાટકે 72 મિસાઈલ મારો કરવાની ક્ષમતા છે. આની ખાસ વાત એ છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમને ક્યાં પણ મૂવ કરવી ખૂબ જ સરળ છે. માઈનસ 50 ડિગ્રીથી લઈને માઈનસ 70 ડિગ્રી સુધીના તાપમાનમાં અડીખમ રહેતી આ મિસાઈલને દુશ્મન દેશ માટે નષ્ટ કરવી પણ મુશ્કેલ છે, કારણ કે તેની કોઈ ફિક્સ પોઝિશન હોતી નથી, તેથી તેને સરળતાથી ડિટેક્ટ કરી શકાતું નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology