1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરીને તેને 30 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. LPG ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. આ LPG સિલિન્ડરનું વજન 19 કિલો છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરનું વજન 14.2 કિલો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. 1 જુલાઈના એટલે કે આજ રોજ વહેલી સવારે ઓઈલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી. ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
એક મહિના પહેલા એટલે કે 1 જૂન 2024ના રોજ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ આ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. 1 જૂને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 69.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ એપ્રિલ અને મે મહિનામાં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 રૂપિયાના બદલે 1646 રૂપિયામાં મળશે. તે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તે દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયામાં ઉપલબ્ધ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology