હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 50થી વધુ લોકોના મોત થયાં છે. નાસભાગમાં ઘણી મહિલાઓ પણ કચરાઈ હોવાથી મોતનો આંકડો વધી શકે છે. સત્સંગના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે ભીડ ભેગી થઈ હોવાથી આ ટ્રેજેડી સર્જાઈ હતી.
અત્યાર સુધી 50થી વધુ મહિલાઓના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાથરસના સિકંદરરાવના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો પરંતુ ધાર્યા કરતાં વધારે ભીડ હતી. એક અનુમાન પ્રમાણે સત્સંગમા 50 હજાર લોકો પહોંચ્યાં હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર જવા લાગ્યાં હતા આને કારણે મોતનો આંકડો વધ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હાથરસ કાંડ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ADG આગ્રા ઝોન અને કમિશનર અલીગઢને ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology