bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

NDAનો ફુગ્ગો ફુટી ગયો: પેટાચૂંટણીમાં ઈંડિયા ગઠબંધનનો દબદબો, 13માંથી 10 સીટ જીતી લીધી...  

દેશમાં લોકસભા ચૂંટણીમાં એનડીએની સરકાર સતત ત્રીજી વાર બની છે. પણ આ વખતે મોદી સરકારનો ચાર્મ ખતમ થતો દેખાઈ રહ્યો છે. ભલે સરકાર તો બની ગઈ હોય પણ વિપક્ષ મજબૂત થઈને ઊભર્યું છે. લોકસભા ચૂંટણીની ઠીક બાદ વિધાનસભા પેટાચૂંટણી થઈ, જેમાં એનડીએ સરકાર માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો હતો, જેમાં પુરેપુરી ફેલ થઈ ચુકી છે.

આપને જણાવી દઈએ કે, સાત રાજ્યો- બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલમાં 13 વિધાનસભા સીટો માટે 10 જૂલાઈના રોજ વોટિંગ થયું હતું.આ 13 સીટોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. 13 સીટોમાંથી લગભગ 10 સીટો પર ઈંડિયા ગઠબંધનની જીત થઈ છે. ત્યારે આવા સમયે વિપક્ષ વધારે મજબૂત થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ જીતથી વિપક્ષને બૂસ્ટર ડોઝ મળ્યો છે.

  • જીતનો મતલબ શું નીકળે છે

લોકસભામાં ઈંડિયા ગઠબંધને સારુ પ્રદર્શન કર્યું હતું. પછી તે બંગાળ હોય યૂપી હોય કે મહારાષ્ટ્ર, વિપક્ષ પહેલા કરતા મજબૂત થયું છે. તેની ઝલક લોકસભાના પ્રથમ સત્રમાં જોવા મળી હતી. વિપક્ષ મજબૂત થવાના કારણે લોકસભામાં ભારે હોબાળો પણ થયો હતો. ખુદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યા હતા. તેઓ લોકસભામાં ડાયરેક્ટ પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને આડે હાથ લેતા જોવા મળ્યા હતા. ત્યારે આવા સમયે પેટાચૂંટણીમાં જીતથી તેમનો આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે. તેની ઝલક આપણને આગળ જોવા મળશે.