લોકસભાના ચોમાસુ સત્રમાં આજે રાહુલ ગાંધીએ બજેટને લઇને ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે વધુ એકવાર ફોટો દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આપણે જાણીએ છીએ કે અગાઉ પણ રાહુલ ગાંધીએ ભગવાનના ફોટો સંસદમાં બતાવીને વિવાદ સર્જ્યો હતો. ત્યારે વધુ એકવાર ફોટો દેખાડતા સ્પીકર લાલઘૂમ થયા હતા.
મહત્વનું છે કે રાહુલગાંધીએ આજે લોકસભામાં બજેટને લઇને ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે નિર્મલા સીતારમણનો હલવા સેરેમની વાળો ફોટો બતાવ્યો હતો. ત્યારે સ્પીકરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હું તમને કહેવા માગુ છું કે હવે તમે વિપક્ષના નેતા છો. મારી અપેક્ષા રહે છે તમારાથી કે તમે સદનની મર્યાદા જાળવો. તો સામે રાહુલગાંધીએ કહ્યું કે તમે શિવજીના ફોટાથી ડરો છો. આ ફોટાથી ડરો છો. શું આ ફોટો સમજાવવા માગુ છું.
રાહુલગાંધીએ ફોટોને બતાવીને સવાલ ઉઠાવ્યા કે આ ફોટામાં બજેટ હલવો વહેંચવામાં આવી રહ્યો છે. મને તેમાં એક પણ OBC, આદિવાસી કે દલિત અધિકારી દેખાતા નથી... 20 અધિકારીઓએ ભારતનું બજેટ તૈયાર કર્યું.. 20 લોકો ભારતનો હલવો વહેંચી રહ્યા છે.
રાહુલગાંધીને ટોકતા સ્પીકરે જણાવ્યું કે તમે બંધારણીય પદ પર છો. તમારા માનનીય સભ્યોએ મને લખીને આપ્યું છે કે જે લોકો આ ગૃહના સભ્ય નથી તેમના નામ ન લેવામાં આવે. તમે પણ લખીને આપ્યુ છે છતાં તમે તેનું પાલન કરવા માગતા નથી. હું નેતા વિપક્ષ પાસેથી આશા રાખુ છું કે તેઓ ગૃહના તમામ નિયમો અને મર્યાદા જાળવે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology