મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. અસલમ દરજી નામની દુકાનમાં આ આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ માર્યા ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર પોલીસએ જણાવ્યુ હતુ કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, છત્રપતિ સંભાજીનગરના છાણી વિસ્તારમાં એક કપડાની દુકાનમાં આગ લાગી હતી. આગની આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બુધવારે સવારે 4 વાગે કપડાની દુકાનમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ બીજા માળે પહોંચે તે પહેલા જ ઓલવાઈ ગઈ હતી. ઔરંગાબાદ પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે 2 લોકોના મોત દાઝી જવાથી થયા હતા અને બાકીના 5 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. તેમણે એમ પણ કહ્યું કે આગની માહિતી મળતાની સાથે જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology