દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શુક્રવારે (09 ઓગસ્ટ) 17 મહિના બાદ જેલમાંથી છૂટયાં હતા. ત્યારે આજે (10 ઓગસ્ટ) તેમણે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાં કાર્યકર્તા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સિસોદિયાએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે 'દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં.'
આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે 'બજરંગબલીની કૃપા છેકે 17 મહિના બાદ હું જેલમાંથી મૂક્ત થયો. સફળતાનો એક જ મંત્ર છે. દિલ્હીમાં દરેક બાળક માટે એક શાનદાર સ્કૂલ બનાવવી છે. અમે તો રથના ઘોડા છીએ. આપણા અસલી સારથી જેલમાં છે અને તે પણ બહાર આવી જશે.' ત્યારબાદ મનીષ સિસોદિયાએ નારો ઉચ્ચાર્યો કે 'જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે.'
આ સિવાય મનીષ સિસોદિયાએ કહ્યું કે ED અને CBIની દ્વારા ડરાવવાનો પ્રયાસ એટલે કરવામાં આવ્યો હતો, કારણ કે આખા દેશમાં કેજરીવાલનું નામ ઈમાનદારીના પ્રતિક તરીકે પ્રસિદ્ધ થઈ ગયું છે.' આગળ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 'ભાજપ, જે પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે, તે સાબિત કરી શકી નથી કે તેના કોઈપણ રાજ્યમાં ઈમાનદારીનું કામ થઈ રહ્યું છે.'
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં અસ્થિરતા વચ્ચે કંગનાની ક્રિપ્ટિક પોસ્ટ, લખ્યું - 'શાંતિ કોઈ હવા કે સૂર્યપ્રકાશ નથી જે મફતમાં..'
સિસોદિયાએ વધુમાં આગળ બોલતા કહ્યું કે, 'મને લાગતું હતું કે 7-8 મહિનામાં ન્યાય મળશે પરંતુ 17 મહિના પછી સત્ય અને ઈમાનદારીની જીત થઈ છે. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. તેઓએ મારા પર, સંજય સિંહ પર.. એવી, એવી કલમો લગાડવાનો પ્રયાસ કર્યો, જે આતંકવાદી અને ડ્રગ માફિયાઓ પર લગાડવામાં આવે છે. જેથી જેલમાં જ સડી જાય. પરંતુ તમારા આંસુની અસર એવી થઈ કે જેલના તાળા પણ ઓગળી ગયા. બજરંગ બલિના આશીર્વાદથી જ હું તમારી સામે છું.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology