સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માંગણી અંગેની તમામ અરજીઓ આજે ફગાવી દીધી છે. બેલેટ પેપરની માંગણી અંગેની અરજી પણ ફગાવવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ-VVPAT નું 200 ટકા મેચ કરવામાં આવશે નહીં. 45 દિવસ સુધી VVPAT ની સ્લિપ્સ સુરક્ષિત રહેશે. ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે. કોર્ટે સિંબલ લોડિંગ યુનિટ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) એ 2013માં VVPAT એટલે કે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ મશીનો ડિઝાઈન કરી હતી. આ બંને એ જ સરકારી કંપનીઓ છે જે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો બનાવે છે. VVPAT મશીનોનો સૌથી પહેલો ઉપયોગ 2013ની નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયો હતો. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટો પર આ મશીનો લગાવવામાં આવી હતી. ત્યારબાદ 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર VVPAT મશીનોનો ઉપયોગ આખા દેશમાં થયો હતો. તે ચૂંટણીમાં 17.3 લાખથી વધુ VVPAT મશીનોનો ઉપયોગ થયો હતો
મતદાનની પ્રક્રિયામાં પાદર્શકતા લાવવા માટે VVPAT ને લાવવામાં આવ્યું હતું. આ મશીન ઈવીએમ સાથે કનેક્ટેડ રહે છે. જેવો મતદાર મત નાખે છે ત્યારે જ એક સ્લિપ નીકળે છે. આ સ્લિપમાં તે ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ હોય છે જેને તેણે મત આપ્યો હોય છે.
VVPATની સ્ક્રીન પર આ સ્લિપ 7 સેકન્ડ જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે મતદાર જોઈ શકે કે તેણે યોગ્ય ઉમેદવારને મત આપ્યો છે કે નહીં. 7સેકન્ડ બાદ આ સ્લિપ VVPATના ડ્રોપ બોક્સમાં પડી જાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology