bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગ્રામાં વાયુસેનાનું વિમાન હવામાં ગોથાં ખાતું નીચે પડ્યું, પાયલટે કૂદીને બચાવ્યો....

આગ્રામાં એરફોર્સનું એક પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં પાયલટ પેરાશૂટ દ્વારા વિમાનમાંથી બહાર કૂદી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ભારતીય વાયુસેનાનું એક મિગ-29 ફાઇટર જેટ ઉત્તર પ્રદેશના આગ્રા પાસેના એક મેદાનમાં નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિમાન હવામાં એક્રોબેટિક્સ કરતા નીચે પડી રહ્યું છે. દરમિયાન ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખરાબીના કારણે પ્લેન ક્રેશ થઈ ગયું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પેરાશૂટ દ્વારા પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયો. પાયલટ નજીકના બાહ ગામમાં પેરાશૂટ દ્વારા લેન્ડ થતો જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પાયલટ સુરક્ષિત છે અને જમીન પર પ્લેનના ક્રેશ થવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગે ભારતીય વાયુસેના (IAF)નું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આજે આગ્રા નજીક મિગ-29 વિમાન ક્રેશ થયું હતું. પાયલટે સુનિશ્ચિત કર્યું કે જમીન પર જાન-માલને કોઈ નુકસાન ન થાય. ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે.