bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઇન્ડિયન  રેલવે માં મુસાફરી કરતા પહેલા રાખજો ધ્યાન, કામના કારણે ટ્રેનના બદલાયા રૂટ...  

ઉત્તર મધ્ય રેલ્વેના આગ્રા ડિવિઝન પર ટુંડલા-આગ્રા ફોર્ટ સેક્શનના કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઈન અને ગુડ્સ શેડના વિસ્તરણના સંબંધમાં યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતવાર માહિતી જાણવવામાં આવી છે. પરિવર્તિત માર્ગથી ચાલશે આ ટ્રેન 20 અને 27 ઓગસ્ટ 2024 ના રોજ સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બાંડીકુઈ-બિચપુરી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બાંદિકૂઈ-બિચપુરી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ અને ટુંડલા સ્ટેશનો પર નહીં જાય 21 અને 28 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય. 28 ઓગસ્ટ, 2024ના રોજ, પટનાથી દોડતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ટુંડલા-આગ્રા ફોર્ટ-પાટલી-બયાનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉડી મોડ-આગ્રા કેન્ટ-પાટલી થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.