ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 ' બામ્બુ લાઈટો' અને ભક્તિપથ પર 96 'ગોબો પ્રોજેક્ટર' લાઈટો લગાવવામાં આવી હતી. ફર્મના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ' ચોરાઈ ગયા છે. આ મામલે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાયો છે.
પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 'રામપથ પર 6,400 બામ્બુ લાઈટો લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. 19મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઈન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ લગભગ 3,800 બામ્બુ લાઇટો અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી હતી. ફરિયાદ મુજબ એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કંપનીને આ ચોરીની જાણકારી મે મહિનામાં થઈ ગઈ હતી, પરંતુ ચોરીના બે મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધાવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology