આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક, રેલ્વે સુરક્ષા અને કાંવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવવાની તૈયારીમાં છે. આવતીકાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે (22 જુલાઈ) નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે છે.
વડાપ્રધાન મોદીએ બજેટ સત્ર પહેલા સંસદ પરિસરની બહાર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે સરકારની ગેરન્ટીને હકીકત બનાવવી એ જ અમારું લક્ષ્ય છે. તમામ રાજકીય પક્ષોને મારી અપીલ છે કે તેઓ પક્ષ માટે નહીં પણ દેશ માટે કામ કરે અને સંસદના બંને ગૃહ સારી રીતે કામ કરે તે માટે સાથે મળીને કામ કરે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology