સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી નવી માહિતી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર હુમલા પહેલા શૂટરોએ ચાર વખત સલમાન ખાનના ઘર અને એક વખત તેના પનવેલ ફાર્મહાઉસની રેકી કરી હતી. જોકે સલમાન અઠવાડિયાઓથી તેના ફાર્મ હાઉસ પર ગયો જ ન હતો. આ પછી જ ઘર પર ગોળીબાર કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતોઆ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. પહેલા સુરતની નદીમાંથી બંને પિસ્તોલ મળી આવી અને હવે ક્રાઈમ બ્રાન્ચે એ ફોન પણ શોધી કાઢ્યો છે, જે આરોપીઓ પાસે હતો. જો કે આરોપીઓએ આ ફોન તોડી નાખ્યો હતો. એટલે ક્રાઈમ બ્રાન્ચે આ ફોનને તેના કૉલ રેકોર્ડ્સ અને ચેટ રેકોર્ડ્સ કાઢવા માટે ફોરેન્સિક ટીમ પાસે મોકલી આપ્યો છે. આ ફોન પણ ભુજથી જ મળી આવ્યો છે.
શૂટરોએ ફાયરિંગમાં વાપરેલી બંને પિસ્તોલ તાપી નદીમાં આજે જગ્યાએ ફેંકી હતી, એ જ જગ્યાએથી ક્રાઈમ બ્રાન્ચને પિસ્તોલ મળી છે. નદીનું પાણી સ્થિર હોવાને કારણે પિસ્તોલ ક્યાંય ગઈ નહોતી. શૂટરોને આ વાતનો ખ્યાલ નહોતો. બે દિવસની શોધમાં ક્રાઈમ બ્રાન્ચે 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 જીવતા કારતૂસ કબજે કર્યા છે. આરોપી વિક્કીએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું છે કે તેણે જ એક પિસ્તોલમાં પાંચ રાઉન્ડ લોડ કર્યા હતા
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર અનમોલ અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. આવી સ્થિતિમાં બંને મુખ્ય કાવતરાખોર છે અને તેથી જ તેમને મોસ્ટ વોન્ટેડ આરોપી બનાવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે અનમોલ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે ટૂંક સમયમાં મકોકા પણ લગાવવાની તૈયારી કરી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology