bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહુઆ મોઇત્રા સામે CBIની મોટી કાર્યવાહી, કોલકાતા સહિત અનેક જગ્યાએ વહેલી સવારે દરોડા...  

 

સીબીઆઈએ વહેલી સવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાના ઘર પર દરોડા પાડ્યા છે. સીબીઆઈએ હાલમાં જ કેશ ફોર ક્વેરી સંબંધિત કેસ નોંધ્યો હતો, ત્યારબાદ આજે આ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર CBI અધિકારીઓએ રવિવારે કોલકાતા સહિત મહુઆ સાથે જોડાયેલા અન્ય ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ શનિવારે કથિત રોકડ-પ્રશ્ન કેસમાં કોલકાતા સહિત અનેક સ્થળોએ ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાના પરિસરમાં સર્ચ કર્યું હતું. તેમણે કહ્યું કે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમોઆજે વહેલી સવારે કોલકાતા અને અન્ય શહેરોમાં મોઇત્રાના નિવાસસ્થાને પહોંચી, સર્ચની કાર્યવાહીની જાણકારી આપી અને ઓપરેશન શરૂ કર્યું.

CBIએ લોકપાલના નિર્દેશ પર તપાસ શરૂ કરી

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ લોકપાલના નિર્દેશ પર ગુરુવારે TMCના પૂર્વ સાંસદ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. લોકપાલે સીબીઆઈને છ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છેવાસ્તવમાં, બીજેપી સાંસદ નિશિકાંત દુબે દ્વારા મોઇત્રા પર લગાવવામાં આવેલા આરોપોની પ્રાથમિક તપાસના તારણો મળ્યા બાદ લોકપાલે CBIને આ સૂચનાઓ જારી કરી છે. લોકસભા સાંસદ દુબેએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યો પર હુમલો કરવા માટે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી રોકડ અને ભેટો લીધી હતી અને બદલામાં ગૃહમાં પ્રશ્નો પૂછ્યા હતા.

મોઇત્રાને ડિસેમ્બરમાં 'અનૈતિક આચરણ' માટે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ સાંસદે તેની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે અને આગામી સામાન્ય ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી TMC ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણી લડશે.