bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો વચ્ચે મોટી અથડામણ, 6 નક્સલી માર્યા ગયા...

 

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, બીજાપુર જિલ્લાના ચિકુરબત્તી-પુસબાકા પાસેના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં DRG CRPF 229 કોબ્રા ટીમ સામેલ હતી. હાલ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • એન્કાઉન્ટરમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા

માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં એક મહિલા સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ, બીજાપુર જિલ્લાના ચિકુરબત્તી-પુસબાકા પાસેના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

  • ગ્રામજનોની હત્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ત્રણ ગ્રામીણોની હત્યા બાદ સુરક્ષા દળોની એક ટીમ પોલામપલ્લી, ચિપ્પુરભટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તમને જણાવી દઈએ કે બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તારમાં આવે છે. અહીં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.