bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઓડિશામાં મોટો અકસ્માત બે બાઇક, ત્રણ વાહન વચ્ચે ટક્કર થતા 7 ના મોત જુવો વિગતે.....

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં શુક્રવારે બે બાઇક, એક ઓટોરિક્ષા, એક ટ્રેક્ટર અને એક SUV એકસાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેને કોરાપુટની શહીદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • ઓવરટેક કરવાના ચક્કરમાં કારએ વાહનોને અડફેટે લીધા હતા.
  • સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા.
  • ઓડિશાના કોરાપુટ જીલ્લામાં અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા તે બધા જ પીડિતોના પરિવારો પ્રત્યે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમજ મુખ્યમંત્રીએ ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે.

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એસયુવી અને ઓટો-રિક્ષા એક જ દિશામાંથી આવી રહી છે અને ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું છે. સ્પીડમાં આવતી એસયુવી ઓટો-રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બાઇક એસયુવી સાથે અથડાઈ હતી. આ પછી SUV ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ઓટો રિક્ષાને ટક્કર મારી. જેના કારણે ઓટો રિક્ષા પલટી ગઈ હતી.પોલીસે જણાવ્યું કે ઓટો-રિક્ષામાં 15 લોકો સવાર હતા. ટક્કર બાદ કેટલાક મુસાફરો રસ્તા પર પડી ગયા હતા અને બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે SUV એ ઑટો-રિક્ષાને ટક્કર મારતાંની સાથે જ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બીજી બાઇક SUV સાથે અથડાઈ હતી અને બાઇક પર સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારોને 3 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને વધુ સારી સારવાર આપવાના નિર્દેશો પણ આપ્યા છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.