ISRO એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ISROના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો જેને લઈને તમિલનાડુમાં વિવાદ ચગ્યો છે. . હવે તેના એક દિવસ પછી, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા અને મત્સ્યોદ્યોગ મંત્રી અનિતા આર રાધાકૃષ્ણને ગઈ કાલે કહ્યું કે આ ડિઝાઇનરની ભૂલ હતી. તેમના પક્ષ વતી જાહેરાત આપનાર મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે તે માત્ર એક ભૂલ હતી અનેડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો.
તેણે કહ્યું, 'જાહેરાતમાં એક નાની ભૂલ હતી. અમારો અન્ય કોઈ ઈરાદો નથી. આપણા દિલમાં માત્ર ભારત માટે પ્રેમ છે. રાધાકૃષ્ણને કહ્યું કે તેમની પાર્ટીનું વલણ છે કે ભારત અખંડ રહે અને દેશમાં જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને અવકાશ ન હોવો જોઈએ.
રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સૌથી પહેલા ડીએમકેના દિવંગત નેતા એમ.કરુણાનિધિએ તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે નવા ISRO પ્રક્ષેપણ સંકુલની માંગણી કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને થુથુકુડીના લોકસભા સાંસદ કનિમોઝીએ કેન્દ્રને રાજ્યમાં પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના કરવા અપીલ કરી હતી.
મંત્રી રાધાકૃષ્ણને કહ્યું કે આ જ કારણ છે કે આ પ્રોજેક્ટને તમિલનાડુમાં લાવવા માટે ડીએમકે નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રકાશિત કરવા માટે અખબારોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન એડ ડિઝાઈનરે એવી ભૂલ કરી જેના પર અમારું ધ્યાન નહોતું ગયું. બીજી બાજુ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગને માંગ કરી હતી કે DMK તે જાહેરાત પ્રકાશિત કરવા બદલ લોકોની માફી માંગે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology