bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા ચૂંટણી 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી; 72 ઉમેદવારોમાં પીયૂષ ગોયલ સહિત ઘણા મંત્રીઓ..

ભાજપે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓના નામ પણ છે. 72 ઉમેદવારોની બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. એક દિવસ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદ છોડનાર મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે.ભાજપની પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ નથી. હાલમાં તેઓ નાગપુરથી સાંસદ છે. પહેલી યાદીમાં નામની ગેરહાજરી બાદ રાજનીતિમાં ચર્ચા ઉપડી હતી કે નીતિન ગડકરીને પણ ફરજિયાત વિદાય આપવામાં આવી શકે છે જોકે બીજી યાદીમાં ગડકરીનું નામ હોઈ શકે છે. હાલમાં તો ગડકરીને લઈને જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે.