કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગૂ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના છ ધર્મના અલ્પસંખ્યકો જેઓ ભારતના શરણાર્થીઓ છે તેઓને ભારતની નાગરિકતા મળશે. મહત્વનું છે કે, CAA બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વિતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોના એલાન પહેલા CAAને દેશમાં લાગૂુ કરાયો છે.
CAA લાગુ થતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ઉત્પીડનનો શિકાર થઈને ભારતમાં શરણ લેનારા હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોને ફાયદો મળશે. આ નિયમ હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના લોકો અલ્પસંખ્યક છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો દાયકાઓથી પલાયન કરીને ભારત આવતા રહે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ લાખોની આ વસ્તીની પાસે ભારતની નાગરિકતા નથી. જેને લઈને તેમને મૂળભૂત સુવિધાઓ નથી મળી શકતી. તેવામાં આ કાયદો લાગુ થયા બાદ લોકોને નાગરિકતા મળશે તો મત આપવા સહિત તમામ વસ્તુઓની સુવિધા થઈ જશે. આ કાયદો સંસદથી મંજૂર થઈ ચૂક્યો છે, જેને હવે લાગુ કરાશે.
જણાવી દઈએ કે, દિલ્હી સહિત કેટલાક રાજ્યો આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવતા તેમના વિરૂદ્ધ હિંસક પ્રદર્શન થયું હતું. જોકે, સરકારનું કહેવું છે કે, આ કાયદો કોઈ ધર્મ વિશેષ વિરૂદ્ધ નથી. સરકારનું કહેવું છે કે, તેનાથી માત્ર પાડોશી દેશોમાં પીડિત અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે, જેની સ્વાભાવિક શરણસ્થળ ભારત જ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology