bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં પહેલી વખત થયું સફળ હેન્ડ ટ્રાંસપ્લાન્ટ...


દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં મેડિકલની દુનિયાનો મોટો ચમત્કાર થયો છે. આ હોસ્પિટલમાં દિલ્હીનું પહેલું સફળ હેન્ડ ટ્રાંસપ્લાન્ટ કરાયું છે. 45 વર્ષની વ્યક્તિના બંને હાથો પ્રત્યારોપણ કરાયું છે. સર ગંગારામ હોસ્પિટલમાં ડોકટરની એક ટીમે આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. વ્યવસાયે પેન્ટર આ 45 વર્ષની વ્યક્તિએ એક ટ્રેન અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. ત્યારે હવે સફળતાપૂર્વક હેન્ડ ટ્રાંસપ્લાન્ટ થતા તે ફરી બ્રશ પકડીને પેન્ટિંગથી પોતાના સપનાંઓને સાકાર કરી શકશે.દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ડોકટરની ટીમે તો આ બાઈલેટરલ હેન્ડ ટ્રાંસપ્લાન્ટ માટેનો શ્રેય જાય છે પરંતુ તેનો સૌથી મોટું ક્રેડિટ તે મહિલાને જાય છે જેમણે અંગદાન કરતા આ બધું શક્ય બન્યું. બ્રેન ડેડ જાહેર થયેલી એક મહિલાના કારણે ન માત્ર આ પેન્ટરને પરંતુ અન્ય લોકોને પણ નવું જીવન આપ્યું છે.દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હેન્ડ ટ્રાંસપ્લાન્ટ બાદ હવે પેન્ટર ફરીથી પોતાની કલાકારી દેખાડી શકશે. આ પેન્ટરે વર્ષ 2020માં એક ટ્રેન અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. પેન્ટર આર્થિક રુપે ઘણાં નબળા હતા અને હાથ ગુમાવ્યા બાદ તેની બધી જ આશા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ ડોકટરની કલાકોની મહેનત અને એક મહિલાના અંગદાનને કારણે પેન્ટરના જીવનમાં નવા રંગ ભરાયા છે.એક રિપોર્ટ મુજબ દિલ્હીમાં જ રહેતી એક મહિલાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી. મહિલા જ્યારે જીવતી હતી ત્યારે તેમણે પોતાના શરીરનું દાન કરવાની જાહેરાત કરી હતી અને પોતાના અંગોને કોઈ બીજાના ઉપયોગ માટે મંજૂરી પણ આપી હતી. સર ગંગારામ હોસ્પિટલના ડોકટરે બ્રેન ડેડ જાહેર થયેલી મહિલાના અંગનો ઉપયોગ કરીને બાઈલેટરલ હેન્ડ ટ્રાંસપ્લાન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું.દેશભરના લોકો દિલ્હીના ડોકટરની ટીમની સર્જિકલ ઉત્કૃષ્ટતા અને એક મહિલાના અંગદાનના સંકલ્પને ધન્યવાદ આપી રહ્યાં છે જેમણે અનેકના જીવનમાં રોશની ભરી.