ભાજપના બે સાંસદોના સાંસદ પદ પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બંને જ ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે.
મંડીથી લોકસભા સાંસદ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રણૌતે જીત મેળવી હતી. જોકે મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને કેસમાં અરજદારોએ ચૂંટણી પરિણામોને રદ કરવાની માગ કરી હતી છે.
મંડીથી ઊભેલા અપક્ષ ઉમેદવાર રામ નેગીએ તેમનું નોમિનેશન રદ કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો આરોપ છે કે હું અપક્ષ તરીકે ચૂંટણી લડવા માગતો હતો અને નોમિનેશન પણ ફાઈલ કર્યું હતું પણ નક્કી સમયે એનઓસી ન મળતાં રિટર્નિંગ અધિકારીએ નોમિનેશન રદ કરી દીધું હતું.
ભાજપ ઈન્દોર બેઠક પર આઠ વખત લોકસભા ચૂંટણી જીત્યો છે. આ વખતે સાંસદ તરીકે ચૂંટાયેલા શંકર લાલવાણી અહીં નગર નિગમમાં સભાપતિ જેવા મહત્ત્વપૂર્ણ પદ પર કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તે ત્રણ વખત કાઉન્સિલર પણ રહ્યા. સિંધી સમાજથી આવતા લાલવાણી વિશે કહેવાય છે કે તે સુમિત્રા મહાજન અને શિવરાજ સિંહ ચૌહાણના નજીકના છે. તેમની સામે ઈન્દોર બેન્ચ સમક્ષ સૈન્યમાંથી નિવૃત્ત ધર્મેન્દ્ર સિંહ ઝાલાએ અરજી કરી છે. જેમણે ફરિયાદ કરી છે કે મેં પણ નોમિનેશન ફાઈલ કર્યું પણ મારું ફોર્મ રિજેક્ટ કરાયું હતું. જોકે મારું તો બેકગ્રાઉન્ડ પણ સાફ હતું. ભાજપે ગરબડ કરીને મારું નોમિનેશન રદ કરાવ્યું હતું કેમ કે સામાન્ય નાગરિકો વચ્ચે મારી ઓળખ વધી ગઇ હતી. મારા ફોર્મ ઉપર પણ મારા નામે નકલી સહી કરવામાં આવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology