bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

PM મોદીને મળવા આવશે ઈલોન મસ્ક, શું ભારત ટેસ્લા માટે રસ્તો ખોલશે...

 

ટેસ્લાનું સપનું, જે લાંબા સમયથી ભારતમાં તેના પ્રવેશની રાહ જોઈ રહ્યું હતું, તે હવે પૂર્ણ થઈ શકે છે. સરકારે થોડા દિવસ પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈને નવી નીતિ બનાવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક ટૂંક સમયમાં ભારત આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. એલોન મસ્કે પોતે ટ્વિટર (x) પર પોસ્ટ કરીને આ વાત કહી છે.આ વર્ષે માર્ચમાં સરકારે ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ રજૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને EVs માટે ઉત્પાદન હબ તરીકે પ્રમોટ કરવાનો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા અને ઉત્પાદન શરૂ કરવા માટે 4,150 કરોડ રૂપિયાનું લઘુત્તમ રોકાણ અને ત્રણ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં 50 ટકા સ્થાનિક મૂલ્ય વધારા માટે પાંચ વર્ષની સમય મર્યાદા પણ છે. નીતિ રોકાણકારો માટે વાહનોની આયાત પરની ડ્યુટી પણ ઘટાડે છે.

ટેસ્લાએ અગાઉ ભારતીય બજારમાં સીધો પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મતલબ કે ચીન કે અન્ય દેશોમાં ટેસ્લા કાર બનાવીને ભારતીય બજારમાં વેચવાની તૈયારીઓ હતી. સરકાર તેના પર ભારે આયાત જકાત લાદી રહી હતી, જેને ઘટાડવા મસ્ક પ્રયાસ કરી રહી હતી. જો કે, સરકારની દલીલ એવી હતી કે ટેસ્લા વાહનોનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ તો જ તેને ભારતીય બજારમાં પ્રવેશ મળશે.

 

  • મળવાનો પ્લાન પહેલેથી જ બનાવી લીધો હતો

ગયા વર્ષે જૂનમાં મસ્ક તેમની યુએસ મુલાકાત દરમિયાન મોદીને મળ્યા હતા. તે સમયે મસ્કે કહ્યું હતું કે તેણે 2024માં ભારત આવવાની યોજના બનાવી છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. ટેસ્લા લાંબા સમયથી ભારતીય બજારમાં પ્રવેશવાની રાહ જોઈ રહી છે, પરંતુ ટેક્સ સહિતના ઘણા મુદ્દાઓ પર વાતચીત શક્ય બની નથી.

  • ભારતને લઈ એલન મસ્કે શું કહ્યુ ? 

ગયા વર્ષે જૂનમાં PM મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન મસ્ક સાથે મુલાકાત કરી હતી. રાજ્યની મુલાકાતે અમેરિકા પહોંચેલા PM મોદીએ વિશ્વની ટોચની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. ન્યુયોર્કમાં ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથેની વાતચીત ખૂબ ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે કહ્યું હતું કે, PM મોદી હંમેશા રોકાણ માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મસ્કના મતે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ ક્ષમતા છે.