વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે 11 વાગે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નુર એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેમનું સ્વાગત કર્યું હતું.
મોદી સવારે 11:15 વાગ્યે કન્નુરથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ પહોંચ્યા હતા. તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેણે તે સ્થળ પણ જોયું જ્યાંથી વિનાશ શરૂ થયો હતો. ઇરુવાઝિંજી પુઝા નદી અહીંથી શરૂ થાય છે.
મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું હતુ. જે બાદ તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા. મોદી ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેશે. ત્યારબાદ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં ભૂસ્ખલન પીડિતો અને બચી ગયેલા લોકોને મળશે.આ પછી વડા પ્રધાન અધિકારીઓ સાથે બેઠક કરશે જ્યાં તેમને અકસ્માત અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે.
વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીની વાયનાડ મુલાકાત બદલ આભાર માન્યો છે. તેણે X-PM પર લખ્યું વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલ વિનાશને જોશે ત્યારે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. રાહુલે સંસદમાં વાયનાડ અકસ્માતને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે.
વાયનાડમાં 30 જુલાઇના રોજ લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધીમાં 400 થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે. 138 થી વધારે લોકો હજી લાપતા છે. 9 દિવસના રેસક્યુ ઓપરેશન બાદ 8 ઓગસ્ટે સેના વાયનાડથી પરત ફરી હતી. જોકે હાલ NDRF રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology