બિહારના પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી છે. જે બાદ હોબાળો મચી ગયો છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ જાણકારી પટના એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી છે.આજે લગભગ 1:10 વાગ્યે પટના એરપોર્ટના ડાયરેક્ટરને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. આ પછી પટના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.તાજેતરમાં, દિલ્હીથી શ્રીનગર આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611 પર બોમ્બની ધમકી મળતાં શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology