bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રામના અસ્તિત્વના પુરાવા જ નથી...': વધુ એક નેતાનું વિવાદિત નિવેદન, ભાજપનો વળતો પ્રહાર...  

તમિલનાડુના રમત મંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને હિન્દુ ધર્મ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીની સમગ્ર દેશમાં નિંદા કરવામાં આવી હતી, તેમજ આ મામલે તેમના વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે તમિલનાડુના ડીએમકે (DMK)ના વધુ એક નેતાએ ભગવાન રામ વિશે વિવાદિત ટિપ્પણી કરવાની ઘટના સામે આવી છે. તમિલનાડુના મંત્રી એસએસ શિવશંકરે શુક્રવારે (2 ઓગસ્ટ) ભગવાન રામ વિશે કરેલા વિવાદિત નિવેદનમાં દાવો કર્યો હતો કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઇ ઐતિહાસિક પુરાવા નથી. દરમિયાન તેમણે ચોલ વંશના રાજાઓ સાથે ભગવાન રામની તુલના પણ કરી હતી. DMKના નેતા અને તમિલનાડુના મંત્રીના આ નિવેદનની હાલ સોશિયલ મીડિયામાં ભારે નિંદા કરવામાં આવી રહી છે.

  • DMK નેતાએ ભગવાન રામ વિશે શું કહ્યું?

હકીકતમાં, અરિયાલુર જિલ્લાના ગંગઇકોંડાચોલપુરમ ગામમાં રાજેન્દ્ર ચોલની જયંતી મનાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ડીએમકેના મંત્રી શિવશંકરે કહ્યું હતું કે, આપણે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલનું જન્મ દિવસ ઉજવીએ છીએ. આપણી પાસે શિલાલેખ, તેમના બનાવેલા મંદિરો અને તેમના દ્વારા બનાવેલા તળાવો જેવા ઐતિહાસિક પુરાવાઓ છે. પરંતુ, ભગવાન રામનો ઇતિહાસ જાણવા માટે કોઇ પુરાવા નથી છે. આટલા પર સંતોષ ન માનતા તેમણે વધુમાં કહ્યું કે, તેઓ દાવા કરે છે કે ભગવાન રામ 3000 સાલ પહેલા રહેતા હતા તેમજ તે લોકો તેમને અવતાર માને છે. પરંતુ અવતાર જન્મ નથી લેતા. જો રામ અવતાર હોય તો તેમનો જન્મ ન થઇ શકે અને જો તેમનું જન્મ થયું હોય તો તેમને ભગવાન ન ગણી શકાય.

  • ભાજપનો વળતો પ્રહાર

DMKના મંત્રીએ વધુમાં કહ્યું કે, રામાયણ અને મહાભારતમાં લોકોના શીખવા માટે કોઇ જીવન પાઠ નથી છે જ્યારે તમિલ સંત-કવિ તિરુવલ્લુવર દ્વારા 2000 વર્ષો પહેલા લખાયેલા દોહાના સંગ્રહ તિરુક્કુરલમાં ઘણાં જીવન પાઠ છે. જો કે, મંત્રીની ટિપ્પણીઓ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઇએ DMKના ભગવાન રામ પ્રતિ શ્રદ્ધા પર સવાલો ઉઠાવ્યા હતા. મંત્રીની વિવાદાસ્પદ ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી અન્નામલાઇએ DMKના નેતાની નિંદા કરી હતી. આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયામાં DMKના નેતાને ભારે ટીકા કરવામાં આવી રહી છે.