અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેન હાલ 16 કોચ સાથ ચાલી રહી છે. આજે વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે 130 કીમી કલાકની ઝડપે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. તેમજ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમજ જો ટ્રાયલ સફળ રહેશે તો વધારે કોચ ઉમેદવારમાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે.
નવી વંદેભારત ટ્રેનનું 20 કોચ સાથે આજે 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ કરવામાં આવ્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું. ત્યારે સવારે સાત વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેન બપોરે 12.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. 20 કોચની નવીન ટ્રેન માત્ર સાડા ચાર કલાકમાં મુંબઈ પહોંચાડશે.
દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે. જે અંતર્ગત 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે.મહત્વનું છે કે, 130 કિલોમીટરની ઝડપે દોડી શકે તે રીતે આ વંદે ભારત ટ્રેનને હાલ તૈયાર કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવશે નહીં. આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology