ભારતીય રેલ્વે હવે જલ્દી જ વંદે ભારત સ્લીપર ટ્રેન પણ શરૂ કરવા જઈ રહી છે. પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન 20 સપ્ટેમ્બરે બેંગલુરુથી ચેન્નઈ પહોંચશે, જેની સાથે જ તેનું ફાઇનલ ટેસ્ટિંગ શરૂ થઈ જશે. ભારતીય રેલ્વે પોતાને આધુનિક બનાવવા અને લોકોને આરામદાયક અને ઝડપી મુસાફરીનો આનંદ આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસની ગણતરી રેલવે દ્વારા આપવામાં આવેલી સૌથી અદ્ભુત ટ્રેનોમાં થાય છે. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વધુને વધુ લોકપ્રિય બની છે અને હવે તે દેશના દરેક ખૂણાને જોડી રહી છે. પરંતુ, ઘણા લાંબા સમયથી લોકો તેના સ્લીપર વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ભારતીય રેલ્વેએ આ વર્ષે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. દેશની પહેલી વંદે ભારત સ્લીપર આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. 20 સપ્ટેમ્બરે બેંગલુરુથી ચેન્નઈ પહોંચશે પહેલી વંદે ભારત સ્લીપર ભારતીય રેલ્વેએ પહેલા વંદે ભારત ચેર કાર શરૂ કરી. તેની સફળતા બાદ તેમણે વંદે મેટ્રો ચલાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે વંદે ભારત સ્લીપર આ શ્રેણીની ત્રીજી ટ્રેન બનવા જઈ રહી છે. એક અહેવાલમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈના જીએમ યુ સુબ્બા રાવને ટાંકીને જણાવાયું છે કે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન 20 સપ્ટેમ્બરે ભારત અર્થ મૂવર્સ લિમિટેડના બેંગલુરુ પ્લાન્ટથી રવાના થઈ જશે. આ ટ્રેન ચેન્નઈ પહોંચશે. આ પછી, લગભગ 20 દિવસોમાં ફાઇનલ ટેસ્ટિંગ ખતમ થઈ જશે. ત્યારબાદ લગભગ બે મહિના સુધી તે હાઈ સ્પીડ ટેસ્ટમાંથી પસાર થશે. પછી ડિસેમ્બરમાં તે ટ્રેક પર ચાલવા માટે તૈયાર થઈ જશે. માહિતી અનુસાર આ ટ્રેન યુરોપમાં દોડતી ટ્રેન જેવી હશે. તેના ફ્લોર પર પણ એલઈડી લાઈટો હશે જેથી લોકો રાત્રે આરામથી ટોઈલેટ જઈ શકે. આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. તેમાં 823 બર્થ હશે. તેમાં 3ACના 11 કોચ (611 સીટ), 2ACના 4 કોચ (188 સીટ) અને 1ACનો એક કોચ (24 સીટ) હશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology