કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસે હાહાકાર મચાવ્યો છે. વર્ષમાં અત્યાર સુધીમાં કેરળમાં હેપેટાઈટિસ એ ના 1977 કેસ નોંધાયા છે. જેમાં 12 જેટલા લોકોના મોત પણ નીપજ્યા છે. આ સિવાય પ્રદેશમાં 5536થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે તેની ચકાસણી તંત્ર તરફથી કરવામાં આવી નથી.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે હેપેટાઈટિસ એ ના કેસોમાં વધારો જોતાં આરોગ્ય મંત્રીએ કોઝિકોડ, મલપ્પુરમ, ત્રિશુર અને એર્નાકુલમમાં એલર્ટ જારી કર્યું છે. ઉપરોક્ત જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. કેશને નિયંત્રણ કરવાના પગલે તમામ જિલ્લાના જાહેર જળાશયોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે. આ સિવાય શહેરના રેસ્ટોરન્ટમાં પણ ઉકાળેલું પાણી જ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રદેશમાં આ વર્ષે છેલ્લા 7 વર્ષની તુલનામાં સૌથી વધુ મામલા નોંધાયા છે. હેપેટાઈટિસ એ ના નિષ્ણાત એનએમ અરુણે વધુમાં જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં પાણીની ગુણવત્તામાં ખૂબ જ ઘટાડો આવ્યો છે. જાણકારી અનુસાર હેપેટાઈટિસ એ સંક્રમિત વ્યક્તિઓના મળથી આ રોગ ફેલાતો હોઈ છે. ઉનાળામાં પાણીના અનિયમિત પુરવઠાના કારણે આ સ્થિતિ વધુ ભયાનક થઈ જતી હોઈ છે.
મળતી માહિતી મુજબ સૌથી વધુ કેસ એર્નાકુલમના વેંગૂર પંચાયતમાં નોંધાયા છે. 17 એપ્રિલ બાદથી અત્યાર સુધી 190 થી વધુ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 41 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અને વધુમાં એક યુવકનું મોત પણ હ્યુ છે. વધુ માહિતી મળતા શિલ્પા સુધીશે જણાવ્યું કે મહામારી રાજ્ય જળ સત્તા મંડળ દ્વારા પુરવઠામાં આવેલા દુષિત પાણીના કારણે હેપેટાઈટિસ એ જેવી બીમારી ફેલાઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology