કોવિશિલ્ડ વેક્સિન પછી, હવે કોવેક્સિન પર પણ અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારત બાયોટેકની કોવેક્સિન લેનાર લગભગ એક તૃતીયાંશ લોકોમાં એક વર્ષ બાદ શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન, સ્કીન સાથે જોડાયેલી બીમારીઓ અને લોહી ગંઠાઈ જવા જેવી અને આડઅસરો જોવા મળી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કોવેક્સિન પર કરાયેલ આ સંશોધન સાયન્સ જર્નલ સ્પ્રિંગરલિંકમાં પબ્લિશ થયું છે. આ અભ્યાસ કુલ 1,024 લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં 635 કિશોરો અને 291 પુખ્ત વયના લોકો હતા. વેક્સિનેશનના એક વર્ષ પછી આ લોકો પાસેથી રસીની પ્રતિકુળ અસરો વિશે જાણકારી મેળવવામાં આવી હતી.
કોવેક્સિન લગાવનારી મહિલાઓને પીરિયડ્સ સહિત અનેક મુશ્કેલીઓ સાથે ભયાનક સાઈડ ઈફેક્ટ
લોકોમાં એક તૃતીયાંશના પ્રમાણમાં રસીની આડઅસરો જોવા મળી છે. જેમાં લગભગ 50 ટકા લોકો દ્વારા ઈન્ફેકશનની ફરિયાદ કરાઈ. જેમાં મોટાભાગના કેસો શ્વાસ સાથે જોડાયેલા ઇન્ફેક્શનના સામે આવ્યાં. આ સિવાયના કિશોરોમાં સ્કિન ડિસઓર્ડર, નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર અને જનરલ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ જોવા મળી છે.
એક રિપોર્ટ મુજબ, એક વર્ષ બાદ પણ ઘણા લોકો પર તેની આડ અસર જોવા મળી રહી છે. આટલું જ નહીં તેની સૌથી વધુ અસર કિશોર વયની છોકરીઓ પર પડી છે.આ અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે છે વેક્સિનેશન પછી થાઈરોઈડ જેવા રોગોની અસર યુવાન અને કિશોરવયની છોકરીઓમાં જોવા મળે છે. જે ચિંતાજનક વાત બની છે આ રસી લીધાના એક વર્ષ બાદ જ્યારે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી મોટાભાગના લોકોમાં આવી બીમારીઓ જોવા મળી હતી.અને એમ પણ જાણવા મળ્યું છે કે કોવેક્સિનની આડઅસરોની પેટર્ન અન્ય કોરોના રસીની આડ અસરોની પેટર્નથી ઘણું અલગ છે. આવી સ્થિતિમાં, તેઓ સૂચવે છે કે રસીની અસરને ઊંડાણપૂર્વક સમજવા માટે, વધુ દિવસો સુધી તેના પર નજર રાખવાની જરૂર છે.
આ સિવાય કોવેક્સિન લીધેલી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન સમસ્યાઓમાં વધારો જોવા મળ્યો છે અને અન્ય બીજી પણ ઘણી આડઅસરો પણ જોવા મળી છે. આ અભ્યાસમાં ભાગ લેનાર 4.6% મહિલાઓમાં માસિક સ્રાવની અસામાન્યતા જોવા મળી. આંખની સમસ્યાઓ 2.7% જેટલાં લોકોમાં જોવા મળી અને 0.6% લોકોમાં હાઈપોથાઈરોડિઝમ જોવા મળ્યું હતું.. 0.3%માં સ્ટ્રોક અને 0.1%માં ગ્યુલેઈન બેરી સિન્ડ્રોમ પણ જોવા મળ્યું હતું.. જીબીએસ એ એવો રોગ છે કે જે લકવાની જેમ શરીરના અનેક ભાગોને ધીરે ધીરે અક્ષમ કરી નાખે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ વેક્સિનેશન પછી વધુ એક્ટિવ થઈ છે. ટેક્સાસ બાયોમેડિકલ રિસર્ચના ડૉ. લેરીએ જણાવ્યું કે મહિલાઓના શરીરમાં માત્ર કોરોનાની રસી જ નહીં પરંતુ અન્ય ઘણી રસીઓ માટે પણ મજબૂત રીએક્શન જોવા મળી રહ્યાં છે. કેટલાક અન્ય નિષ્ણાતોના મતે એવું પણ સામે આવ્યું છે કે વેક્સિનેશન પછી, પુરુષોની તુલનામાં સ્ત્રીઓના શરીરમાં ઇન્ફેક્શન સામે લડતા વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન થયાં છે. પરંતુ આ બાબત હજુ સુધી તબીબી રીતે બહાર નથી આવી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology