bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય પી.એન પાટીલનું નિધન...

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ બાથરૂમમાં લપસી ગયા બાદ 4 દિવસની સારવારને અંતે આજે સવારે નિધન

લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક ખુબજ દુખદ સમાચાર પ્રાપ્ત થયાં છે.મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું આજે મોટ થયું છે.મળતી માહિતી મુજબ પીએન પાટીલનું આજે એટલે કે 23 મે ના રોજ સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. પીએન પાટીલે 71 વર્ષની વયે દુનિયામાંથી વિદાઈ લીધી છે. પીએન પાટીલનો પગ બાથરૂમમાં લપસી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે ચાર દિવસ બાદ તેમની સારવાર દરમિયાન મોતને ભેટ્યાં હતા.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા તરીકે જાણીતા હતા. પીએન પાટીલનો રવિવારના રોજ સવારે બાથરૂમમાં લપસી જતાં ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.  4 દિવસની સારવારને અંતે આજે તેનું મોત થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા મળતી માહિતી મુજબ ધારાસભ્ય પીએન પાટીલનો અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવ્યો હતો.

પીએન પાટીલ રવિવારે સવારે અંદાજે 8.30 વાગ્યે ઘરે બેભાન થયાં હતા. બેભાન થતાં તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.સારવાર અર્થે પીએન પાટીલનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું.રિપોર્ટમાં તેમના મગજમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. જેને ધ્યાનમાં લઇ તાત્કાલિક દાખલ કરાયા હતા. અને તાત્કાલિક જ સર્જરી કરવામાં આવી હતી.તેમના મગજમાં સોજો યથાવત હતો. ત્યારે પરિવારજનો,કાર્યકરો અને જનતા પણ તેમના લાંબા આયુષ્યની કામના કરી રહ્યા હતા. પરંતુ આજે તે પ્રભુચરણ પામ્યાં.પીએન પાટીલનું નિધન થતાં પરિવાર સહીત સમગ્ર પંથકમાં દુઃખનું મોજું ફર્યુ હતું.ભગવાન તેની પુણ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.