ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે (2 ઓગસ્ટ)ના રોજ એક નિવેદનમાં કહ્યું કે યુએસ સ્પેસ એજન્સી નાસા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલશે. ISROના હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટરે ISS પર તેના આગામી Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસફ્લાઇટ કરાર કર્યો છે. જેમાં બે ભારતીય પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ હશે. ઇસરોના નિવેદન મુજબ ગ્રુપ કેપ્ટન શુક્લા પ્રાથમિક મિશન પાયલટ હશે. જ્યારે અન્ય ભારતીય વાયુસેના અધિકારી, ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર બેકઅપ મિશન પાયલટ હશે.
ISROએ જણાવ્યું હતું કે તેના હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટરે સ્પેસ સ્ટેશન પર તેના Axiom-4 મિશન માટે Axiom Space Inc., US સાથે સ્પેસફ્લાઇટ કરાર કર્યો છે. નેશનલ મિશન અસાઇનમેન્ટ બોર્ડે આ મિશન માટે પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ તરીકે બે ગગનયાત્રીની ભલામણ કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ચીફ પાયલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અસાઇન્ડ ક્રૂ સભ્યોને મલ્ટિલેટરલ ક્રૂ ઓપરેશન્સ પેનલ (MCOP) તરફથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ઉડાન ભરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવશે. ભલામણ કરેલ ગગનયાત્રી મિશન ઓગસ્ટ 2024ના પ્રથમ સપ્તાહથી પોતાની ટ્રેનિંગ શરૂ કરશે." ISROએ જણાવ્યું કે તેના મિશનમાં ગગનયાત્રી ISS પર પસંદગીના વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજી નિદર્શન પ્રયોગો હાથ ધરશે તેમજ અવકાશ આઉટરીચ પ્રવૃત્તિઓમાં જોડાશે.
ભારત તરફથી અવકાશમાં જવા માટે પસંદ કરાયેલ ઐતિહાસિક ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો જન્મ લખનૌ શહેરમાં થયો હતો. તેણે 18 વર્ષ પહેલાં ભારતીય વાયુસેનામાં તેની સફર શરૂ કરી હતી, જ્યારે તેણે સખત અને લાંબી લશ્કરી તાલીમ માટે પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ કર્યો હતો. ગ્રૂપ કેપ્ટન શુક્લાની બહેનના જણાવ્યા અનુસાર, કારગિલ દરમિયાન ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનની શૌર્યગાથાઓ વાંચીને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા મળી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology