bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 રાહુલ ગાંધીએ ચાલુ ભાષણમાં યુવકને મંચ પર બોલાવ્યો... કહ્યું- અમે આ યોજનાને કચરામાં ફેંકી દઇશું....

ચૂંટણી રેનીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ અચાનક જ અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવેલા એક યુવકને બોલાવ્યો હતો. તે દરમિયાન યુવક સાથે વાત કરતી વખતે તેમણે મોટો દાવો કરતા કહ્યું હતું કે, જેવી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે કે તરત જ અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દેવામાં આવશે. રાહુલ ગાંધી પાટલીપુત્ર લોકસભા મતવિસ્તાર પટના સાહિબમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ આરા પહોંચ્યા હતા. ત્યાં રેલીને સંબોધિત કરતી વખતે તેમની નજર સ્ટેજ નીચે ઊભેલા એક યુવક પર પડી અને તેને પૂછ્યું કે 'શું તમે અગ્નિવીર છો?' જવાબ 'હા'માં મળતા જ એ યુવકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે. નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે. એક એવા શહીદ જેના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બધી જ સુવિધાઓ મળશે. જયારે બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે, ન તેને પેન્શન મળશે, ન તો તેને કોઈ સુવિધા મળશે, ન તો તેને કેન્ટીન મળશે. આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે. આ સેનાની યોજના નથી. સેનાને તે જોઈતી નથી. આ યોજના પીએમઓ તરફથી બનાવવામાં આવી છે, 'I.N.D.I.A.' ગઠબંધન સરકાર આવશે, ત્યારે અમે અગ્નિવીર યોજનાને કચરામાં  ફેંકી દઈશું