bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

09. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, રિયાસીમાં 2 થી 3 આતંકીઓ ફસાયા...  

જમ્મુ-કાશ્મીર માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની માહિતી સામે આવી છે. રિયાસીમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ચોક્કસ બાતમી મળ્યા બાદ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસે જણાવ્યું કે ચાસણા પોલીસ સ્ટેશનના શિકારી વિસ્તારમાં સંપર્ક સ્થાપિત થયો છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2-3 આતંકીઓ ફસાયા છે. આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ આજે સવારે જ CASO ને તૈનાત કરવામાં આવ્યું હતું. આને લગતી વધુ માહિતી બહાર આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સીમા સુરક્ષા દળ (BSF)ની બસને અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના મોતની આશંકા છે, જ્યારે 26 જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. BSF ની આ ટીમ જમ્મુ-કાશ્મીર ( વિધાનસભા ચૂંટણીની ફરજ માટે જઈ રહી હતી. BSF ની બસને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને ખાનસાહેબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તૈનાત માટે સૈનિકો સાથે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.