અંબાણી પરિવારના દરેક સભ્ય અનંત-રાધિકાની મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવામાં વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે. લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો. સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ પીઠીમાં નહાતા પણ જોવા મળ્યા. ઝલક પણ સામે આવી છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology