bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આલિયા ભટ્ટ સાથે કામ કરી ચુક્યા એક્ટરને આવ્યો અચાનક હાર્ટએટેક....

હાલમાં જ એક ફેમસ એક્ટર વિશે સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક અભિનેતા પોર્ટુગલના પ્રવાસે હતો અને તે દરમિયાન જંતુના સ્પર્શને કારણે તેને હાર્ટ એટેક આવ્યો, જેના પછી તેને હૉસ્પીટલમાં દાખલ કરવો પડ્યો. જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે છે 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' એક્ટર જેમી ડૉર્નન, જેની સાથે દૂર્ઘટના ઘટી છે.


હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પોર્ટુગલ પ્રવાસ પર હતો ત્યારે તેની સાથે આ દૂર્ઘટના ઘટી, જેમી ડૉર્નનના મિત્ર ગોર્ડન સ્માર્ટે એક ઈન્ટરવ્યુમાં આ સમગ્ર ઘટના વિશે વાત કરી અને જણાવ્યું કે તે અને જેમી બંને પોર્ટુગલના એક ગૉલ્ફિંગ રિસોર્ટમાં રજાઓ માણી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી. શરૂઆતમાં, જ્યારે તેને વિચિત્ર અનુભવ અને ફીલ થવા લાગવા માંડ્યું, ત્યારે તેણે વિચાર્યું કે આ એટલા માટે છે કારણ કે તેણે વધુ ડ્રીક્સ કર્યુ છે, જોકે, પાછળથી તેમને ખબર પડી કે આ બધું તેમની સાથે એક ઈયળ- કીડાના કારણે થઈ રહ્યું છે, જે ઝેરી હતો. 

જેમી અને ગોર્ડનની સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું કે તેમના હાર્ટ એટેકનું કારણ ઝેરી ઈયળ - કીડો હતો. આ પછી, જેમી અને ગોર્ડનને યાદ છે કે તેઓએ રુવાંટીવાળું સરઘસની કેટરપિલરને સ્પર્શ કર્યો હતો, જેનું ઝેર અત્યંત જોખમી છે. પરંતુ ભગવાનનો આભાર કે બંને જીવિત છે. તમને જણાવી દઈએ કે 41 વર્ષીય જેમી ડૉર્નન ફિફ્ટી શેડ્સ ફિલ્મ ફ્રેન્ચાઈઝીના કારણે જાણીતી છે. તે છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી છે.

ગોર્ડન સ્માર્ટે જણાવ્યું કે આ બધી ઘટના તેની સાથે સફરના એક દિવસ બાદ જ બની હતી. આ પછી તેને અચાનક તેના ડાબા હાથમાં ઝણઝણાટીનો અનુભવ થયો, જેના પછી તેણે વિચાર્યું કે તેને હાર્ટ એટેક આવી રહ્યો છે. આ પછી ગોર્ડન સ્માર્ટને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે તે હૉટેલ પરત ફર્યો ત્યારે તેણે જોયું કે જેમી ડૉર્નન પણ તેના મિત્ર જેવો જ અનુભવ કરી રહ્યો હતો. સ્માર્ટે આ વિશે જણાવ્યુંહતું કે, 'આ વિશે વાત કરતી વખતે, જેમીએ તેને કહ્યું કે તે હોસ્પિટલ ગયો તેના 20 મિનિટ પછી, જેમીના હાથ અને પગ પણ સુન્ન થવા લાગ્યા, જેના પછી તેને પણ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પરંતુ સારા સમાચાર એ છે કે જેમી અને તેના મિત્ર ગોર્ડન બંને હવે સ્વસ્થ છે. બંનેમાંથી કોઈએ કેફીનનો વધુ પડતો ડૉઝ કર્યો ન હતો, ના તો તેમને હેંગઓવરની સમસ્યા હતી, અન્યથા જે જંતુએ તેમને ડંખ માર્યો હતો તે તેમના મૃત્યુમાં પરિણમી શક્યો હોત.