સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ 17 રિયાલિટી શોનો વિનર મુનાવર ફારૂકી હવે એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. મુનાવર ફારૂકી એક વેબ સિરીઝમાં જોવા મળશે. તેની પહેલી વેબ સીરીઝ ફર્સ્ટ કોપી છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ઈદના દિવસે મુનાવર ફારૂકીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફર્સ્ટ કોપી વેબ સિરીઝનું ટીચર શેર કર્યું હતું. ટીઝરમાં મુનાવરની દમદાર એક્ટિંગ જોઈને ચાહકો પણ એક્સાઇટેડ થઈ રહ્યા છે.
વેબ સિરીઝમાં 1999ના સમયને દર્શાવામાં આવ્યો છે જ્યારે DVD પર પિક્ચર જોવાનો સમય હતો. ટીઝરમાં મુનાવર ફારૂકી ડાયલોગ બોલે છે કે આ તે સમય હતો જ્યારે બોલીવુડ બંદૂક કરતા વધારે DVDથી ડરતું હતું. ફિલ્મ જોવા માટે લોકો શુક્રવારની રાહ જોતા નહીં તેથી ફિલ્મની ફર્સ્ટ કોપી દુબઈથી લાવવામાં આવતી.
ટીઝર પરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ વેબ સીરીઝ ફિલ્મ પાયરસી પર આધારિત છે. જેમાં મુનાવર ફારૂકી પાયરસીની દુનિયાના કિંગનું પાત્ર ભજવતો જોવા મળશે. મુનાવર ફારુકીએ ઈંસ્ટાગ્રામ પર આ ટીઝર શેર કર્યું છે.
બિગ બોસ 17 જીત્યા પછી મુનાવર ફારુકી બેક ટુ બેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે. જ્યારે હવે મુનાવર ફારુકી વેબસરીઝ ફર્સ્ટ કોપી થી એક્ટિંગની દુનિયામાં પણ આગળ વધી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology