સાઉથ સિનેમાનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ખુબ ચર્ચામાં છે. સુપરસ્ટારના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર બધા સાથે શેર કર્યું હતું. ટીઝરમાં અલ્લુ અર્જુનની ઝલક જોયા પછી બધાને ખાતરી હતી કે આ ફિલ્મ જબરજસ્ત હશે. જોકે, ફિલ્મનું પ્રમોશન હજી શરૂ પણ થયું નથી તે પહેલા પિક્ચરે જોરદાર બિઝનેસ કરી લીધો છે. રિલીઝ પહેલા જ પુષ્પા 2 રુપિયા 2 કરોડોની કમાણી કરી ચૂકી છવર્ષ 2021માં આવેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ પહેલા જ બિઝનેસ કરવા લાગી છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ તેની કમાણી 1000 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ છે. પુષ્પા એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. દર્શકો આ ફિલ્મના અન્ય ભાગોની રાહ જોઈ રહ્યા છે. એક તરફ મેકર્સ ફિલ્મના કામમાં વ્યસ્ત છે. બીજી તરફ, તે ફિલ્મના બઝને ઓછો થવા દેતો નથી.
પુષ્પા 2 એ ઈતિહાસ રચી દીધો છે. આ પહેલી ભારતીય ફિલ્મ છે જેણે પ્રી-રિલીઝ અથવા પ્રી-બોક્સ ઓફિસ બિઝનેસ દરમિયાન રૂ. 1000 કરોડની કમાણી કરી છે. KGF ચેપ્ટર 2 અને RRR પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.
હિન્દી ડબ ભાષા માટે, થિયેટર અધિકારો રૂ. 200 કરોડના છે. દક્ષિણ ભારતીય પ્રદેશોના થિયેટર રાઇટ્સનું મૂલ્ય 270 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિદેશી બજારમાં રૂ. 100 કરોડ કે તેથી વધુના ટર્નઓવરની અપેક્ષા છે. આ ફિલ્મે માત્ર થિયેટ્રિકલ રાઈટ્સ દ્વારા 550 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.
આ ફિલ્મનું ટીઝર સામે આવ્યું તે પહેલા ફિલ્મની અભિનેત્રી શ્રિવલ્લીનો પણ લુક સામે આવ્યો હતો બન્ને આ ફિલ્મમાં ફરી ધમાલ મચાવવા તૈયાર છે. ત્યારે ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે. સાઉથ સિનેમાથી લઈને પાન ઈન્ડિયા સુપરસ્ટાર સુધીની સફર કરનાર અભિનેતા અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2 માટે સતત ચર્ચામાં છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology