bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હિના ખાન ને થયું બ્રેસ્ટ કેન્સર...

ટીવી અભિનેત્રી હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર   હોવાનું નિદાન થયું છે. કરોડો લોકોના દિલો પર રાજ કરનારી હિના ખાનની બિમારીના સમાચાર મીડિયામાં આવતા જ ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બીમારી અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના ફેન્સને જણાવ્યું હતું કે તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. બીમારી વિશે માહિતી આપતાં હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, બધાને નમસ્કાર, જે લોકો મને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે, હું તેમના માટે એક સમાચાર શેર કરવા જઈ રહી છું. મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર છે. આ મારા જીવનનો આગામી પડકાર છે. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું ઠીક છું. હું મજબુત, નિશ્ચયી છું અને આ બીમારીને કાબુમાં લેવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે હું જે પણ જરૂરી છે તે કરવા તૈયાર છું.