bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બાળકોની પ્રાઈવસી માટે પાપારાઝીને ગિફટ મોકલી...

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ વર્ષે બીજી વખત માતા-પિતા બન્યા છે. તેમની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેણે અકાય રાખ્યું છે. આ કપલે હજુ સુધી પોતાના પુત્રનો ચહેરો નથી બતાવ્યો જેની દરેક ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે આ કપલે પાપારાઝીને ગિફ્ટ મોકલી છે.અનુષ્કા શર્મા બીજી વખત માતા બન્યાના બે મહિના પછી એપ્રિલમાં તેના દેશ ભારત પરત ફરી હતી. ભારત આવ્યા બાદ અભિનેત્રી પોતાનો બધો સમય પરિવાર સાથે વિતાવી રહી છે. એક તરફ, તે IPL મેચમાં તેના પતિ વિરાટ કોહલીને સંપૂર્ણ સમર્થન કરતી જોવા મળી રહી છે. બીજી તરફ, તે તેની પુત્રી વામિકા અને ત્રણ મહિનાના પુત્ર અકાયની પણ સંભાળ લઈ રહી છે. હવે વિરુષ્કાને લઈને એક સમાચાર આવી રહ્યા છે, જેને સાંભળીને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

વાસ્તવમાં, બીજી વખત પેરેન્ટ્સ બન્યા પછી, કપલે મીડિયાને વિનંતી કરી હતી કે તેઓ તેમની પ્રાઇવેસી નું સંપૂર્ણ ધ્યાન રાખે અને તેમના બાળકોની તસવીરો ક્લિક ન કરે. મુંબઈના પાપારાઝીઓએ વિરાટ અને અનુષ્કાના આ નિવેદનને સંપૂર્ણ રીતે અનુસર્યું, જેનાથી ખુશ કપલે હવે તેમને એક ખાસ ભેટ આપી છે.